અતુલ તિવારી, અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.જી.એચ.રાઠોડને તાબડતોબ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. તેમના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ક્વોરન્ટાઈન થયા. ડોક્ટર જી.એચ. રાઠોડના પુત્ર એલજી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. હાલ ડો. જે પી મોદીને સુપ્રિટેન્ડન્ટ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે.
અમદાવાદ: એલ.જી હોસ્પિટલના 4 ડોક્ટર અને એક નર્સ કોરોના પોઝિટિવ
અત્રે જણાવવાનું કે આ અગાઉ આજે એલ.જી હોસ્પિટલના પણ ચાર ડોક્ટર અને એક નર્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. ગઈ કાલે પણ એક પ્રોફેસર સહિત 5 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતાં. કુલ 10 કેસ થયા છે.
મળતી માહિતી મુજબ દર્દીના સંપર્કમાં આવતા ડોક્ટરને કોરોના થયો હોવાના જાણવા મળે છે. ડોક્ટર અને નર્સના સંપર્કમાં આવતા વધુ 4 ડોક્ટર અને એક નર્સના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. ગઈ કાલે એલજીમાંથી લેવાયેલા 1000 સેમ્પલમાંથી 5 પોઝિટિવ આવ્યાં છે. હજુ 50 સેમ્પલ રિપોર્ટ આવવાના બાકી છે.
ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, નવા 92 કેસ સાથે આંકડો 1000ને પાર
કોરોનાની શું છે હાલ ગુજરાતમાં સ્થિતિ?
ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધઓી રહ્યાં છે. એમાં પણ ગઈ કાલે એટલે કે 16મી એપ્રિલે તો વિક્રમજનક કેસોનો વધારો નોંધાયો. ગુજરાતમાં ગઈ કાલે 163 કેસ નવા નોંધાયા હતાં. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ આજે રાજ્યમાં કોરોનાના નવા કેસો અને જિલ્લાવાર કોરોનાના કેસો અંગે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે ગઈ કાલ સાંજ બાદ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 92 કેસ નવા નોંધાયા છે. જ્યારે બે વ્યક્તિના મોત થયા છે. નવા 92 કેસમાંથી સૌથી વધુ 45 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા 1021 થઈ છે.
જુઓ LIVE TV
કયા જિલ્લામાં કેટલા કેસ?
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું કે નવા જે 92 કેસ નોંધાયા છે તેમાંથી 45 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં 14, વડોદરામાં 9, આણંદ જિલ્લામાં એક, ભરૂચમાં 8 નવા કેસ, બોટાદમાં 3, છોટાઉદેપુરમાં એક દાહોદમાં એક, ખેડામાં એક અને પંચમહાલમાં બે કેસ નોંધાયા છે. ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો 1021 પર પહોંચ્યો છે. કુલ 74 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે આઠ લોકો હાલ વેન્ટિલેટર પર છે. કુલ 1608 લેબોરેટરી ટેસ્ટ હાથ ધરાયા.
નવા કેસ ક્યાં ક્યાં નોંધાયા
જયંતી રવિના જણાવ્યાં મુજબ નવા કેસ અમદાવાદના કાલુપુર, ખમાસા, રાયખડ, વટવા, ચાંદખેડા, વેજલપુર, દરિયાપુર, ખાનપુર અને નિકોલમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં સરથાણા રાંદેર વરાછા અને ઉધના, જ્યારે વડોદરામાં નાગરવાડા અને સલાતવાડા, ખેડામાં નડિયાદમાં ,જ્યારે આણંદના ઉમરેઠમાં કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે